અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદથી કેવિડયા સી પ્લેનની શરૂઆત કરાવશે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે.

કેન્દ્રએ ઉડાન યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરી હતી. જેમાં 1 કલાકથી ઓછા સમયની ફ્લાઈટ માટે 2500 રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ થતી હોય છે. જેમાં સામાન્ય રીતે 1500થી 2500નું ભાડુ હોય છે. બીજી બાજુ અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીનું ભાડુ પણ 2500થી 3000 રૂપિઆ આસપા, છે ત્યારે સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આજે સી પ્લેન ઓપરેટ કરનારી સ્પાઇસ જેટ દ્વારા નવા ભાડાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉડાન યોજના અંતર્ગત એક તરફનું ભાડું 1500 રૂપિયાથી શરૂ થશે. 30 ઓક્ટોબર, 2020થી ઓનલાઈન ટિકિટ બુક થશે. સ્પાઇસ જેટ આ ઉડાન માટે 15 સીટર ટ્વિન ઓટર 300  વિમાનનો ઉપયોગ કરશે. જ્યારે બંને તરફથી મુસાફરી માટે 3000 રૂપિયા ખર્ચવા પડશે.

અમદાવાદથી દરરોજ સવારે 10:15 કલાકે સી પ્લેન ઉડાન ભરશે અને 10:45 કલાકે કેવડિયા પહોંચશે, જ્યારે કેવડિયાથી 11:45 કલાકે ઉડાન ભરીને 12:15 કલાકે અમદાવાદ પહોંચશે.  આ સીપ્લેન ફરી 12:45 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને બપોરે 1:15 કલાકે કેવડિયા પહોંચશે, કેવડિયાથી ફરી બપોરે 3:15 કલાકે ઉડાન ભરીને 3:45 કલાકે અમદાવાદ પહોંચશે.



દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રંટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉંટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોંડી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

દેશના આ રાજ્યમાં કોરોનાથી થયું પ્રથમ મોત, જાણો કેટલા દિવસથી ચાલતી હતી સારવાર

આરોગ્ય સેતુ એપ કોણે બનાવી ? સૂચના આયોગે મંત્રાલય સહિત અનેક લોકોને મોકલી નોટિસ, જાણો શું  છે મામલો