ન્યૂઝીલેન્ડના ક્યાં વિસ્ફોટક બેટ્સમેને ફટકારી T-20 ની સૌથી ઝડપી સદી
વિસ્ફોટક ઈનિંગની મદદથી તેમની ટીમ વોરસેસ્ટશાયરે નોર્થપંટશાયર દ્વારા આપવામાં આવેલા 188 રનોના લક્ષ્યને 13.1 ઓવરમાં જ પુરો કરી દીધો, અને મેચ 9 વિકેટથી જીતી લીધી.
ટી-20ની ચોથી સૌથી ફાસ્ટ સદી ફટકારી છે. આ ટી-20ની ચોથી સૌથી ફાસ્ટ સદી છે. સૌથી ફાસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલ (30 બોલ)ના નામે છે, ત્યારબાદ બીજા નંબર રિષભ પંત(32 બોલમાં), એંડ્રયુ સાયમંડ્સ (34 બોલમાં), જ્યારે ચોથા નંબર પર ડેવિડ મિલર, રોહિત શર્મા અને હવે માર્ટિન ગપ્ટિલ આવે છે. આ ચાર લોકોએ 35 બોલમાં ટી-20માં સદી ફટકારી છે.
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર માર્ટીન ગપ્ટિલે ટી20 બ્લાસ્ટ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારી ઈતિહાસ રચી દિધો છે. માર્ટિન ગપ્ટિલે 35 બોલમાં સદી ફટકારી ફટકારી પોતાની ટીમ વૉર્સસ્ટરશાયરને જીત અપાવી. ગપ્ટિલની આ સદી ટી20 ક્રિકટેમાં ચોથી સૌથી ઝડપી સદી છે.
ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ હાલમાં ઈંગ્લેન્ડમાં ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. તેણે શુક્રવારે રાત્રે પોતાની ટીમ વોટરસેસ્ટશાયર તરફથી રમીને 35 બોલમાં તોફાની સદી ફટકારી છે. ગપ્ટિલ 11મી ઓવરમાં જ આઉટ થઈ ગયો નહીં તો અન્ય કોઈ મોટો રેકોર્ડ પણ તેના નામે હોત. તેણે પોતાની પારીમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા.