અમદાવાદ: માતાની નજર સામે જ સગીરાને તેનો પ્રેમી બાઈક પર બેસાડીને ભગાડી ગયો પછી શું થયું, જાણો વિગત
તેમજ તમામ સંભવિત સ્થળે તપાસ પણ કરી હતી. પરંતુ યુવક કે સગીરાની કોઈ ભાળ મળી ન હતી. જેથી આ અંગે સગીરાના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે સગીરાની માતાએ પતિને જાણ કરતાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને યુવક તેમજ તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે માતાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં.
સગીરા અને તેની માતા ચાલતાં ઘરે આવી રહ્યાં હતાં ત્યારે જગતપુર રોડ નવરંગ હાઈસ્કૂલ પાસે યુવક બાઈક લઈને આવ્યો હતો અને સગીરાને બાઈક પાછળ બેસાડીને ભગાડી લઈ ગયો હતો. સગીરાની માતા તેમને પકડવા માટે બૂમાબૂમ કરી રહી હતી પરંતુ બંને બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના ચાંદખેડામાં રહેતી સગીરા ધોરણ-10માં અભ્યાસ કરતી હતી અને તે ટ્યૂશન જતી હતી. સગીરા જગતપુર રોડ ભાવિકનગર રો-હાઉસમાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો જેની જાણ સગીરાની માતા થઈ ગઈ હતી જેના કારણે માતા તેને ટ્યૂશનમાં લેવા મૂકવા જતી હતી. જોકે ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ સગીરા ટ્યૂશન ગઈ હતી અને તે સાંજે 5 વાગ્યે છૂટતાં તેની માતા તેને લેવા ગઈ હતી.
સગીરા માતા સાથે ટ્યૂશનમાંથી ઘરે આવી રહી હતી તે દરમિયાન બાઈક ઉપર આવેલો પ્રેમી તેને લઈને ભાગી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી લગભગ 15 વર્ષની સગીરાને તેની માતાની નજર સામે જ પ્રેમી બાઈક ઉપર બેસાડીને ભગાડીને લઈ ગયો હતો. માતા બૂમાબૂમ કરી હતી પરંતુ તે લઈને ભાગી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -