નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે ભારત સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે વિદેશથી પરત ફરેલી બોક્સર અને રાજ્યસભાના સાંસદ મેરી કોમે 14 દિવસનો ક્વોરેન્ટાઇન પ્રોટોકોલ તોડ્યો છે.

વાસ્તવમાં મૈરી કોમ જોર્ડનના અમ્માનમાં એશિયા-ઓશિનિયા ઓલિમ્પિક ક્વાલિફાયરમાં ભાગ લીધા બાદ 13 માર્ચના રોજ ભારત પરત ફરી હતી. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઓછામાં  ઓછું 14 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનું હતું.

વાસ્તવમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે સંક્રમિત લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવે. ત્યારે સરકાર પર કહી રહી છે કે વિદેશથી આવનારાઓ 14 દિવસ સુધી પોતાને આઇસોલેશનમાં રાખે. જોકે, 18 માર્ચે મૈરી કોમે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે બ્રેકફાસ્ટ લીધો હતો. જોકે, બાદમાં મૈરી કોમે માન્યું કે, તે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ થઇ હતી. એક નિવેદનમાં મૈરી કોમે કહ્યુ કે, હું જોર્ડનથી પાછા ફર્યા બાદ ઘર પર જ હતી. હું ફક્ત રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ થઇ હતી. આ દરમિયાન ના દુષ્યંત સિંહને મળી હતી, ના તેમની સાથે હાથ મિલાવ્યો હતો.