યુવરાજ અને કૈફની જોડીએ 2002માં લોર્ડસમાં રમાયેલી નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ સહિત અનેક મોકા પર ટીમ ઈન્ડિયાને તેમની પાર્ટનરશિપ દ્વારા જીત અપાવી હતી. બંને ખેલાડીઓને અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું, આ એક વધુ પાર્ટનરશિપનો સમય છે. હાલ સમગ્ર ઈન્ડિયાએ કોરોના વાયરસ સામે લડવા માટે પાર્ટનરશિપ કરવી જોઈએ.
યુવરાજ અને કૈફીની જોડીએ 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમને ઐતિહાસિક જીત આપવી હતી. 326 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી ભારતીય ટીમે 146 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધા બાદ ભારતની હાર નિશ્ચિત જણાતી હતી. ત્યારે યુવરાજ અને કૈફીની જોડીએ છઠ્ઠી વિરેટ માટે 121 રનની પાર્ટનરશિપ કરી હતી. યુવરાજ સિંહ 69 રન બનાવી આઉટ થયો હતો પણ કૈફે અણનમ 87 રનની ઈનિંગ રમી ભારતને અકલ્પનીય જીત અપાવી હતી.
પીએમ મોદીએ ગુરુવારે રાત્રે દેશના લોકોને જનતા કર્ફ્યુમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી. યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે પીએમની આ અપીલમાં ફેન્સને સપોર્ટ કરવાની અપલી કરી હતી. બંને ખેલાડીઓની અપીલ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ સમગ્ર દેશને કોરોના વાયરસ સામે પાર્ટનરશિપ કરવાની વાત કરી હતી.