નવી દિલ્હીઃ વૂમન વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપઃ ભારતીય બૉક્સર મેરી કૉમે ઇતિહાસ રચી દીધો છે. મેરી કૉમ દુનિયાની પહેલી એવી બૉક્સર બની ગઇ છે જેને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠ મેડલ જીત્યા હોય.

મેરી કૉમ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેરી કૉમે ક્વાર્ટર ફાઇનલમાં કૉલંબિયાની ઇનગ્રિટ વેલેન્સિયાને 5-0ને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આની સાથે જ બ્રૉન્ઝ મેડલ પાક્કુ થઇ ગયુ છે.

મેરી કૉમ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પહેલી બૉક્સર બની છે જેને 8 વર્લ્ડ મેડલ જીત્યા હોય. તેને ગયા વર્ષે દિલ્હીમાં 48 કિગ્રા વર્ગમાં સ્વર્ણ પદક જીત્યા બાદ ક્યૂબાના પુરુષોના દિગ્ગજ ફેલિક્સ સેવનના 7 મેડલની બરાબરી કરી હતી. આ વખતે તેને ફેલિક્સથી આગળ વધીને આઠમુ મેડલ પણ પોતાના નામે કરી લીધુ છે.


આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરી કૉમે વર્ષ 2002, 2005, 2006, 2008, 2010 અને 2018માં સ્વર્ણ પદક જીત્યા છે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને પહેલા રાઉન્ડમાં બાય મળ્યુ તો બીજા રાઉન્ડમાં તેને થાઇલેન્ડની બૉક્સર જુતામસ જિતપોન્ગને 5-0 થી હરાવી હતી.