બોક્સિંગ ‘વંડર ગર્લ’ મેરીકોમે એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પાંચમી વખત જીત્યો ગોલ્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Nov 2017 04:20 PM (IST)

1
35 વર્ષીય મેરીકોમનો મુકાબલો સૌથી આક્રમક પ્રતિદ્વંદ્વી સાથે હતો. પણ મેરીકોમે પોતાની પ્રતિદ્વંદ્વીને દરેક વારનો જબરજસ્ત જવાબ આપ્યો હતો. બન્ને બાજુથી આક્રમક પંચ લગાવાઈ રહ્યા હતા. પરંતુ મેરીકોમ તેના પંચથી વિચલિત થયા વગર ધીરજ સાથે રમતા જીત મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.
2
નવી દિલ્લી: ભારતની બોક્સિંગ ‘વંડર ગર્લ’ એમસી મેરીકોમે એશિયાઈ મુક્કેબાજીમાં પાંચમી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. પાંચ વખત વિશ્વ ચેમ્પિયન અને ઓલંપિક બ્રોંઝ મેડલ વિજેતા મેરીકોમે ઉત્તર કોરિયાની કીમ હ્યાંગ મિને 5-0થી હરાવી છે.
3
વર્ષ 2014 એશિયાઈ રમત બાદ મેરીકોમનો આ પ્રથમ ઈંટરનેશનલ ગોલ્ડ મેડલ છે અને એક વર્ષમાં તેનો પહેલો મેડલ છે.