નવી દિલ્હીઃ આફઘાનિસ્તાન વિરુદ્ધ આજની મેચ પહેલા બાંગ્લાદેશની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે, સાઉથ્મ્પટનમાં રમાનારી મેચ પહેલા પ્રેક્ટિસ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમનો સ્પિન બૉલર મેહંદી હસન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. તેને માથામાં ઇજા થઇ છે જોકે કેટલી ગંભીર છે તેની કોઇ જાણકારી મળી નથી.


મેહંદી હસન પ્રેક્ટિસ સેશન દરમિયાન પ્રેક્ટિસ કરી રહ્યાં હતો, આવામાં તેને એક ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યુ ત્યારે અચાનક તેના માથામાં એક બૉલ વાગી. બૉલ વાગતાની સાથે જ મેહંદી હસન નીચે પડી ગયો હતો. માથાના ભાગમાં ઇજા પહોંચી છતાં મેહંદી હસને પ્રેક્ટિસ ચાલુ રાખવાની માંગ કરી હતી, જોકે પછી તેને મંજૂરી મળી નહીં.



ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ ઇજાગ્રસ્ત ખેલાડીઓ સાથે રમી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે મોહમ્મદ સૈફુદ્દીન અને મોસદ્દક હૂસેન ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. જ્યારે મુશિફિકૂર રહીમ, તમીમ ઇકબાલ અને મુશરફે મુર્તજા પણ પહેલાથી ઇજાઓ સામે ઝઝૂમી રહ્યાં છે.



નોંધનીય છે કે બાંગ્લાદેશની ટીમ આજે પોતાની છઠ્ઠી વનડે આફઘાનિસ્તાન સામે રમવા મેદાને ઉતરશે. પૉઇન્ટ ટેબલમાં બાંગ્લાદેશની ટીમ છઠ્ઠા નંબરે છે.