ભારતને ઘરઆંગણે હરાવ્યું છતાં માઇકલ ક્લાર્કે કાંગારુઓને ચેતવ્યા, કહ્યું- ક્યારેય પણ ધોનીને હલ્કામાં ના લેવો....
abpasmita.in | 14 Mar 2019 03:33 PM (IST)
નવી દિલ્હીઃ ભારતીય ટીમને તેના જ ઘરમાં માત આપીને સીરીઝ પર કબ્જો જમાવી ચૂકેલી કાંગારુ ટીમને ફેન્સ અભિનંદન આપી રહ્યાં છે, જ્યારે ભારતની મજાક ઉડાવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા ટી20માં અને બાદમાં વનડે સીરીઝમાં ઘરઆંગણે હરાવ્યુ હતું. આ જીતની વચ્ચે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે કાંગારુ ટીમને ચેતવી છે. ક્લાર્કે ધોનીના ટીમમા ના હોવાની વાતને આગળ કરી હતી. ક્લાર્કે કહ્યું કે, ધોનીને ક્યારેય હલકામાં ના લેવો જોઇએ, કેમકે તે હૂકમનો સિક્કો છે. ફેન્સે કહ્યું કે, હાલમાં ભારતીય ટીમમાં મીડલ ઓર્ડરમાં યુવરાજ સિંહ જેવા ખેલાડીની કમી છે, જે 2011 વર્લ્ડકપમાં ધોનીની સાથે હતો. ફેન્સનો રિપ્લાય આપતા ક્લાર્કે જણાવ્યુ કે ધોનીનું ટીમમાં હોવુ કેટલુ મહત્વનુ છે ખાસ કરીને વર્લ્ડકપને જોતા, આ 37 વર્ષીય ખેલાડીને ક્યારેય હલકામાં ના લેવો જોઇએ, મીડલ ઓર્ડર માટે અનુભવનું હોવુ ખુબજ જરૂરી છે.