નવી દિલ્હીઃ દિલ્હીના ઉભરતા ક્રિકેટરો સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, દિલ્હીના 3 ક્રિકેટરોએ કથિત રીતે 80 લાખ રૂપિયા વિવિધ રાજ્યોમાં રણજી ટીમોમાં રમાવા માટે આપ્યા હતા, પરંતુ તેમને નકલી કાગળ આપવામાં આવ્યા હતા. આ મામલે બીસીસીઆઈ તરફથી પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટના ઈન્ટિગ્રિટી મેનેજર અંશુમન ઉપાધ્યાયે દાવો કર્યો કે તેને કનિષ્ક ગૌડ, રોહિણીના કિશન અત્રી અને ગુડગાંવના શિવમ વર્મા તરફથી ફરિયાદ મળી છે. જે બાદ છેતરપિંડીનો મામલો નોંધાવવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ ત્રણેયે નાગાલેન્ડ, મણિપુર અને ઝારખંડની ટીમોમાં પસંદી માટે કથિત રીતે 80 લાખ રૂપિયા આપ્યા હતા. ગૌડના કહેવા મુજબ ગત વર્ષે તે એક ક્રિકેટ કોચને મળ્યો હતો. જેણે નાગાલેન્ડની ટીમ તરફથી ગેસ્ટ પ્લેયર તરીકે રમવાની ઓફર કરી હતી.

સીનિયર પોલીસ અધિકારના જણાવ્યા મુજબ ગૌડને બાદમાં નાગાલેન્ડ ક્રિકેટ ટીમના કોચ અને બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે મુલાકાત કરવા બોલાવવામાં આવ્યો અને 5 મેચ માટે 15 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. ગૌડને અંડર 19 ટીમમાં 2 મેચમાં મોકો આપીને બહાર કરી દેવામાં આવ્યો હતો. પૂછપરછમાં ખબર પડી કે તેની પસંદગી માટે આપેલા દસ્તાવેજો નકલી છે. આ મામલે રાજ્ય ક્રિકેટ બોર્ડના સભ્યો સહિત આશરે 11 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વર્લ્ડકપને લઈ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ટીમમાં.......

સની લિયોની છે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દીવાની, જણાવ્યું આ કારણ

લોકસભા ચૂંટણીઃ PM મોદીએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને શું કરી અપીલ ? જાણો વિગત

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું તેમને......