આ ક્રિકેટરે કર્યું અપમાનજનક ટ્વિટ, ભારતીય ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ
abpasmita.in | 11 Apr 2019 11:10 AM (IST)
ઇંગ્લેન્ડ ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન માઈકલવોને ભારતમાં પોતાના પ્રવાસ દરમિયાન દેશના રસ્તાને લઈને ટ્વીટ કર્યું ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સ તેના પર ભડક્યા છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન માઈકલવોને ભારતમાં પોતાના પ્રવાસ દરમિયાન દેશના રસ્તાને લઈને ટ્વીટ કર્યું ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સ તેના પર ભડક્યા છે. વૉને ટ્વિટ કર્યું છે કે, ‘મને ભારતમાં મુસાફરી કરવી ઘણી જ પસંદ છે. આ સવારે અત્યાર સુધી અમે રસ્તાઓ પર હાથી, ગાય, ઊંટ, ઘેંટા, બકરી અને ભૂંડ જોયા છે.’ ફેન્સને વૉનનું આ ટ્વિટ અપમાનજનક લાગ્યું છે અને તેમણે ટ્વિટર પર તેને જડબાતોડ જવાબ આપ્યો છે. એક પ્રશંસકે વૉનને ટ્વિટ કરીને જવાબ આપ્યો કે, ‘વિશ્વ કપ અને એશિઝ માટે ટીમ પસંદ કરવા પર ધ્યાન આપો. સાંભળ્યું છે કે ઑસ્ટ્રેલિયાની ટીમ યોગ્ય સમયે ફૉર્મમાં આવી ગઇ છે.’ બીજા પ્રશંસકે લખ્યું કે, ‘અમે તમારી ભાવનાઓને સમજીએ છીએ, કેમકે ઇંગ્લેન્ડમાં તમને ફક્ત ભૂંડ જ જોવા મળે છે. થોડીક વેરાયટી બરાબર હોય છે કેમ?’ વૉન અત્યારે ભારતમાં રહીને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક વિશેષજ્ઞની ભૂમિકા નીભાવી રહ્યો છે.