ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિસબાહ ઉલ હકને પાકિસ્તાની ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ અને ચીફ સિલેક્ટર બનાવી દીધો છે. જ્યારે ઝડપી બોલર વકાર યુનિસને ટીમના બોલિંગ કોચ બનાવાયા છે. આ બંન્ને ક્રિકેટના તમામ ફોરમેટમાં ત્રણ વર્ષ માટે પાકિસ્તાની ટીમના કોચ રહેશે. મિસબાહ અને વકાર મે 2014 અને એપ્રિલ 2016 વચ્ચે સાથે કામ કરી ચૂક્યા છે. આ દરમિયાન મિસબાહ કેપ્ટન અને વકાર કોચ હતા.

મિસબાહને છ પ્રથમ શ્રેણીના ક્રિકેટ સંઘોના મુખ્ય કોચોનું નેતૃત્વ કરવા માટે પસંદગીકર્તાના અધ્યક્ષ પણ બનાવાયા છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અનુસાર, મિસબાહને ભરતી પ્રક્રિયાનું સંચાલન કરી રહેલા પાંચ સભ્યોની પીસીબી પેનલને સર્વસંમતિથી પસંદ કર્યા છે.


મે 2017માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ચૂકેલા મિસબાહે કહ્યું કે, હું એ મહાન લોકોના જૂથમાં સામેલ થઇને સન્માનિત અનુભવ કરી રહ્યો છું જેમણે પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચિંગ આપી છે. આ એક સન્માનની વાત છે અને તેનાથી એક મોટી જવાબદારી છે કારણ કે અમે ક્રિકેટને જીવીએ છીએ.મિસબાહે કહ્યું કે, હું જાણુ છું કે મારી પાસે ખૂબ આશા છે પરંતુ હું કાર્ય માટે તૈયાર છું. જો એમ ના હોત તો હું પાકિસ્તાન ક્રિકેટમાં સૌથી પડકારરૂપ અને પ્રતિષ્ઠિત ભૂમિકાઓમાંની એક માટે પોતાનું નામ આગળ કર્યું ના હોત. મિસબાહની ભલામણ બાદ વકારને નેશનલ ટીમના કોચ બનાવાયા છે.

મિસબાહ અને વકારની પ્રથમ સીરિઝ શ્રીલંકા સામે રહેશે. પાકિસ્તાન ટીમ શ્રીલંકા વિરુદ્ધ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર વચ્ચે સ્થાનિક મેદાન પર ત્રણ વન-ડે, ત્રણ ટી-20 સીરિઝની મેચ રમશે. આ વર્ષે વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન સારુ રહ્યું નથી.