નવી દિલ્હીઃ ફોટો લગાવીને ફેસબુક પર આઈપીએસ નૂરલ હસન બનીને રિક્ષા ચાલક જાવેદે કહ્યું કે, પહેલા તેના 500 ફ્રેન્ડ ફેસબુક પર હતા. આઈપીએસની તસવીર લગાવ્યા બાદ થોડા જ મહિનામાં તેના પાંચ હજાર ફ્રેન્ડ થઈ ગયા. તેની લિમિટ ફુલ થઈ ગઈ. તેમાંથી સાડા ત્રણ હજાર તો યુવતીઓ ફ્રેન્ડ બની હતી.


જાવેદે ફેસબુક પર આઈપીએસ નરૂલ હસનના નામે એક ફેલ આઈડી બનાવ્યું. તેણે હજારો લોકોને સોશિયલ મીડિયામાં મિત્ર બનાવી લીધા, જેમાં મોટાભાગની છોકરીઓ હતી. હાલમાં જાવેદની પોલીસે ધરપકડ કરી છે અને તેની યૂપીના ઈજ્જતનગર પોલીસસ્ટેશનમાં જાવેદની પૂછપરછ કરાઈ રહી છે.

જાવેદે પોલીસને જણાવ્યું કે, ફેસબુક ફ્રેન્ડ બનાવ્યા બાદ મૂંબઈથી લઈને બરેલી સુધીની ડઝન જેટલી છોકરીઓએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બાદમાં જાવેદ એ છોકરીએ સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો. આમ તો જાવેલ હાઈસ્કૂલમાં નાપાસ થયેલો છે, પરંતુ કોઇને શક ન પડે એ માટે તેણે થોડું-ઘણું ઈંગ્લિશ શીખી લીધું. જાવેદ છોકરીઓને ફેસબુક ચેટમાં ન્યૂડ તસવીરો મોકલવાનું કહેતો અને કેટલીક છોકરીઓએ તો તેની વાત માની પણ હતી.

પોલીસને જાવેદનાં ફોનમાંથી 16 જેટલી છોકરીઆ સાથે ચેટ કર્યાની વિગોત મળી છે. જેમાં અશ્લીલ વાતો અને ન્યૂડ તસસવીરો માગવામાં આવી હતી. જોકે કોઈને સત્ય ખબર ન પડી જાય એટલા માટે તે કોઈ છોકરીનો વીડિયો કોલ રીસિવ કરતો ન હતો. જાવેદની પત્ની પણ તેની આ આદતથી કંટાળી ગઈ હતી. તેણે જાવેદના ફોનમાં છોકરીઓની ન્યૂડ તસવીરો જોઈ હતી અને ગુસ્સામાં 5 મોબાઈલ પોન પણ તોડી નાખ્યા હતા.