ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોને હંફાવવા ઓસ્ટ્રેલિયાએ બૉલિંગ આક્રમણ વધાર્યુ, ટીમમાં સામેલ કર્યો આ ઘાતક બૉલર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટિમ પેને ટીમની જાહેરાત કરતાં કહ્યું કે આ સીરીઝ અમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે, મને લાગે છે કે બૉલરો પર વધારે વર્લલૉડ છે. આને ઓછો કરવા માટે અમે મિશેલ માર્શને ટીમમાં સમાવ્યો છે.
નવી દિલ્હીઃ બુધવારે મેલબોર્નમાં શરૂ થઇ રહેલી બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે, હવે આની સામે ઓસ્ટ્રેલિયાએ પણ ખેલાડીઓની યાદી તૈયાર કરી દીધી છે. ભારતીય બેટ્સમેનોને હંફાવવા અને આવતાની સાથેજ પેવેલિયન ભેગા કરવા ખાસ વ્યૂહરચના બનાવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે મિશેલ માર્શને ટીમમાં સમાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ પર્થમાં ઉતરેલી પ્લેઇંગ ઇલેવનમાં એક નવા સાથી તરીકે મિશેલ માર્શને સ્થાન આપ્યુ છે. મિશેલ માર્શને ટીમમાં હેન્ડ્સકૉમ્બની જગ્યાએ લેવામાં આવ્યો છે. માર્શ ટીમના ઉપકેપ્ટન છે પણ પહેલી બે ટેસ્ટમાં મોકો ન હતો મળી શક્યો. બે મેચોમાં હેન્ડસ્કૉમ્બે માત્ર 34, 14, 7 અને 13 રન જ બનાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -