આજની છેલ્લી ટી 20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ક્યા ખતરનાક બોલરને ટીમમાં સમાવતાં ભારત માટે ચિંતા ?
બિલી બીજી ટી20 મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. કેચિંગ ડ્રિલ કરતા સમયે તેના પગની ઘૂંટીએ ઈજા થઈ હતી અને હવે તેને ત્રીજા મેચમાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. સ્ટાર્કને સિડની મેચ માટે 13 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય સ્ટાર્ક સપ્ટેમ્બર 2016માં છેલ્લો ઇન્ટરનેશનલ ટી20 મેચ રમ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયા ત્રીજી ટી20 માટે પોતાના સૌથી પ્રમુખ અને ભારતીય બેટ્સમેનો માટે હંમેશા મુશ્કેલી ઉભી કરનાર ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કર્યો છે. આ ફાસ્ટ બોલરની ઓસ્ટ્રેલિયા ટી20માં અંદાજે બે વર્ષ બાદ વાપસી કરી છે અને આ બોલર છે મિચેલ સ્ટાર્ક. મિચેલ સ્ટાર્કનો ભારતીય બેટ્સમેન સાથે હંમેશાથી 36નો આંકડો રહ્યો છે. સ્ટાર્ક ઇજાગ્રસ્ત બિલી સ્ટાનલૈકની જગ્યાએ ટીમમાં સામેલ થયો છે.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલ ટી20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. સીરીઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચ જીતવી પડશે. જ્યારે ભારત માટે બીજી ટેસ્ટ વરસાદને કારણે રદ્દ થવાથી સીરીઝ જીતવાની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. હવે ભારત સીરીઝને 1-1થી બરાબર કરવાનો પ્રયત્ન કરશે. જોકે ત્રીજી ટી20માં ભારત માટે મુશ્કેલી વધી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -