અમદાવાદના પોશ વિસ્તામાં આગ લાગતાં પતિ-પત્નીનું મોત, જાણો દીકરી કેવી રીતે બચી ગઈ
ઈશાન ટાવરની બાજુના ટાવરના છોકરાઓએ ઈશાન-3ના છઠ્ઠા માળના ફ્લેટમાં આગ જોતાં બુમાબુમ કરીને વોચમેનને જાણ કરી હતી. જેથી વોચમેન બાજુના ફ્લેટની બાલ્કનીમાંથી અચલભાઈના ફ્લેટની બાલ્કનીમાં ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ દરવાજો નહીં ખૂલતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી ધુમાડો બહાર કાઢી પાંચેય સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં અચલભાઇ, પ્રમિલાબેનનું મોત નિપજ્યું હતું. બેડરૂમમાંથી બહાર નીકળવા બચાવ માટે પરિવારે પ્રયાસો કર્યા હતા તેમ છતાં તેઓ બહાર નીકળી શક્યા નહોતા. જોકે, દીકરી આરોહીએ અડધી રાત્રે બુમાબુમ કરી હતી.
શુક્રવારે અચલ શાહ (50) ઓફિસેથી આવીને પત્ની પ્રેમીલા(49) માતા સ્નેહલતાબહેન(70) અને બે દીકરી ઈશાની(15) અને આરોહી(13) પોત પોતાના બેડરૂમમાં સૂઈ ગયા હતા. રાતે 2.15 વાગ્યે સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બાજુના ટાવરના કેટલાંક છોકરાઓએ વોચમેન તેમજ રહીશોને આગ લાગ્યાની જાણ કરતાં બધાં દોડી આવ્યા હતા.
શુક્રવારે રાતે સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફ્લેટમાં વેન્ટીલેશનની કોઈ વ્યવસ્થા ન હોવાથી ધુમાડો ફ્લેટમાં જ ફેલાઈ જતાં પરિવારના પાંચેય સભ્યો ગૂંગળાઈ ગયા હતા. અચલભાઈ અને પ્રમીલાબહેન તેમના બેડરૂમમાં નીચે પડ્યા હતા. 13 વર્ષની દીકરી તેના બેડરૂમમાં ધુમાડો જોઈ બાથરૂમમાં શાવર ચાલુ કરી નીચે બેસી જતાં બચી ગઈ હતી.
એક કંપનીમાં ગુજરાતના રિસ્પોન્સ હેડ તરીકે ફરજ બજાવતા અચલભાઇ પ્રહલાદનગર આનંદનગર રોડ ઉપર શેલના પેટ્રોલ પંપની સામેની ગલીમાં આવેલા ઈશાન-3 ટાવરના બી બ્લોકના છઠ્ઠા માળે આવેલા ફ્લેટ નંબર-64માં રહેતા હતા.
અમદાવાદ: ગુજરાતના પહેલાં ગુજરાતી ડીજીપી વી.ટી.શાહના પુત્ર અચલ અને પુત્રવધૂ પ્રેમીલાનું તેમના જ ફ્લેટમાં લાગેલી આગમાં ગૂંગળાઈ જવાથી મોત થયું હતું. એક દીકરી અને અચલભાઈની માતા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. જ્યારે અન્ય એક દીકરીની હાલત સુધારા પર છે. બંને દીકરીઓ ટેનિસમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. ડીપીએસમાં અભ્યાસ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -