નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 3-0 થી વનડે સીરિઝ જીતી છે. તેની સાથે જ આંતરરાષ્ટ્રીય મેચોમાં 20 વર્ષ પૂરા કરનારી તે પ્રથમ ખેલાડી બની છે. આ ઉપલબ્ધી પર ખેલ જગતથી લઈ તેમના અનેક ફેન્સ શુભકામાઓ પાઠવી રહ્યાં છે. જો કે તેની વચ્ચે એક ટ્રોલરે તેમને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને મિતાલીએ આકરો જવાબ આપ્યો હતો


વાસ્તવમાં, સાઉથ આફ્રિકા સામેની જીત પર સચિન તેંડુલકરે મિતાલીને ટ્વિટર પર શુભકામનાઓ પાઠવી હતી. સચિનના ટ્વીટ પર મિતાલીએ અંગ્રેજીમાં જવાબ આપ્યો હતો અને લખ્યું કે, “આપ જેવા વ્યક્તિ દ્વારા પ્રશંસા થાય તેનાથી સારું લાગું છે. તમે તે ખેલાડી છો જેને જોઈને હું ઘણું શીખી છું. આભાર ચેમ્પિયન”

મિતાલીના આ ટ્વિટ પર એક યૂઝરે લખ્યું, મિતાલીને તમિલ ભાષા નથી આવડતી. તેના પર મિતાલીએ તરત જ તમિલ ભાષામાં જવાબ આપતા લખ્યું કે તમિલ મારી માતૃભાષા છે અને તેના પર ગર્વ છે. સૌથી મોટી વાત એ કે હું એક ભારતીય છું.


ઉલ્લેખનીય છે કે ગત મહિને મિતાલીએ આંતરાષ્ટ્રીય ટી-20 માંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. તેમનું કહેવું છે કે તે વર્ષ 2021માં યોજાનાર વર્લ્ડકપ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન લગાવવા માંગે છે.