નવી દિલ્હી: Xiaomi ભારતીય બજારમાં Redmi Note 8 Pro લૉન્ચ કરી દીધો છે. કંપનીનો આ પ્રથમ સ્માર્ટફોન છે જેમાં 64 મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ પહેલા આ સ્માર્ટફોન ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

Redmi Note 8 Proના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા સહિત 8 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ સેન્સર અને 2-2 મેગાપિક્સલના બે સેન્સર આપ્યા છે. જ્યારે સેલ્ફી માટે ફ્રન્ટમાં 20 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 21 ઓક્ટોબરથી એમેઝોન ઈન્ડિયા પરથી ઓનલાઈન ખરીદી કરી શકાશે.


6 GB RAM + 64 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 6 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે 8 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 17,999 રૂપિયા છે. બેટરીને વાત કરીએ તો આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે.