હોકીમાં Pakને પછાડનાર ટીમ ઇન્ડિયા પર સેલિબ્રિટી થયા ફીદા, જાણો કેવી રીતે પાઠવ્યા અભિનંદ
નવી દિલ્હીઃ ભારતીય હોકી ટીમે દિવાળીના અવસર પર દેશને શાનદાર ભેટ આપતા પાકિસ્તાનને 3-2થી હરાવીને એશિયન ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી. આ જીત બાદ બાદ સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો. ભારતની જીત પર રાજકારણીઓથી લઈને સ્પોર્ટ્સ પર્સનાલિટી અને ફિલ્મ સ્ટાર્સે ટ્વિટર પર દિવાળીની સાથે ભારતના જીતની પણ ખુશી વ્યક્ત કરી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ગદર ફિલ્મનો ડાયલોગ યાદ કરીને પાકિસ્તાન સામે ભારતની જીતની ખુશી વ્યક્ત કરી હતી.
સચિન તેંડુલકરે પણ ભારતીય હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ઓલિમ્પિક પદક વિજેતા રાજ્યવર્ધન રાઠૌરે ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી.
નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમની જીત પર ગર્વ થયો હોવાનું ટ્વિટર પર લખ્યું હતું અને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમિતાભ બચ્ચને પણ હોકી ટીમ ચેમ્પિયન થતા સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.