વિશ્વની સૌથી ખરાબ ટીમ છે ઓસ્ટ્રેલિયા, મેદાન પર બોલે છે ગાળો, જાણો કઈ ટીમના ખેલાડીએ કહ્યું
ઓસ્ટ્રેલિયા સામે એશિઝ સીરિઝનો ઉલ્લેખ કરીને તેણે જણાવ્યું કે, એક એવી ઘટના બની હતી તેનાથી મારું ધ્યાન ભટકી ગયું હતું. મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન ખેલાડી મારી તરફ આવ્યો અને કહ્યું કે, ટેક ધેટ ઓસામા. મેં જે સાંભ્યું તેના પર મને વિશ્વાસ ન થયો. હું ગુસ્સાથી લાલ થઈ ગયો. તેની પહેલા મને મેદાન પર આટલો ગુસ્સો ક્યારેય આવ્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2015 વર્લ્ડ કપ પહેલા મેં તેમની સામે જે મેચ રમી હતી તેમાં તેમણે મને ન માત્ર પરેશાન કર્યો પરંતુ ગાળો પણ આપતા હતા. તે વખતે મેં તેમના અંગે કોઈ ધારણા ન બાંધી પરંતુ જેમ જેમ તેમની સામે રમ્યો તેમ તેમ તેઓની વાસ્તવિકતા મારી સામે આવી ગઈ.
લંડનઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમને અસભ્ય ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, આ એક જ ટીમ મને પસંદ નથી. અલીએ આ ધારણા 2017-18 એશિઝ સીરિઝ અને છેલ્લા વર્ષમાં કરેલા પ્રવાસ બાદ કરી હતી.
મોઈને ધ ટાઇમ્સમાં મિકી આથરટનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તમે કોઈપણ સાથે વાત કરો તો કહેશે કે ઓસ્ટ્રેલિયા બિલકુલ પસંદ નથી. તે અમારું જૂનું હરિફ છે તે માત્ર કારણ નથી. પરંતુ જે રીતે તેના ખેલાડીઓ લોકોનું સન્માન નથી કરતાં અને ગેરવર્તણુંક કરે છે તેના કારણે અમને પસંદ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -