PCBથી નારાજ આ ક્રિકેટર લઈ શકે છે નિવૃત્તિ, જાણો શું છે મામલો
હફીઝ સતત પીસીબીના ટોપ કેટેગરીમાં હતો પરંતુ સોમવારે જાહેર કરવામાં આવેલા નવા કોન્ટ્રાક્ટમાં તેના બદલે બાબર આઝમને સ્થાન આપવામાં આવ્યું છે. પીસીબીએ ખેલાડીઓ સાથે ત્રણ વર્ષનો નવો કોન્ટ્રાક્ટ કર્યો છે. જે મુજબ ખેલાડીઓની આવક 25થી 30 ટકા વધી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા કોન્ટ્રાક્ટથી એક તરફ જ્યાં ખેલાડીઓને ચાંદી થવાની છે ત્યાં બીજી તરફ મોહમ્મદ હફીઝ જેવા ખેલાડી કોન્ટ્રાક્ટથી નારાજ થઈને નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના નવા કોન્ટ્રાક્ટમાં હફીઝને A કેટેગરીમાંથી હટાવીને B કેટેગરીમાં નાંખી દેવામાં આવ્યો છે. પીસીબી દ્વારા કરવામાં આવેલા ડિમોશનથી નારાજ હફીઝ હવે નિવૃત્તિ અંગે વિચારી રહ્યો છે.
સ્થાનિક મીડિયાએ હફિઝના નજીકના સૂત્રોના માધ્યમથી લખ્યું છે કે, કેટેગરીમાં ઘટાડાના કારણે તે અપમાનિત થયાનું અનુભવી રહ્યો છે. હફિઝ આ ફેંસલાથી નિરાશ છે અને આ કારણે રમતમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર નહીં કરે.
રિપોર્ટ મુજબ ખેલાડીઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.ઉપરાંત મેચ ફીમાં પણ 20 ટકાનો વધારો કરવાનો ફેંસલો લેવાયો છે. એટલું જ નહીં નવી કેટેગરી E પણ ઉમેરવામાં આવી છે. આ કોટેગરીમાં જે ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે તેને સામેલ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -