આ ક્રિકેટરે કહ્યું- કોહલી કરતાં પણ લાંબી સિક્સર મારી શકુ છું, નથી ફિટનેસની જરૂર
આ ક્રિકેટરને વધારે વજન હોવાના કારણે ટીકાઓની પણ શામનો કરવો પડે છે. પરંતુ શહજાદ વિજય ઇનિંગ્સ રમીને ટીકાકારોનું મોઢું બંધ કરી નાખે છે. મોહમંદ શહજાદ ટી-20માં અફઘાનિસ્તાન તરફથી સૌથી વધારે રન બનાવવાળો ખેલાડી છે અને વનડેમાં મોહમ્મદ નબીના પછી બીજા નંબર પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમંદ શહજાદનું વજન 90 કિલોગ્રામથી પણ વધારે છે પરંતુ તેમના વિચાર ફિટનેસ પ્રતિ જુનૂની વિરાટ કોહલી કરતા ખુબ અલગ છે. મોહમંદ શહજાદનું કહેવું છે કે જ્યારે હું દુનિયાના નંબર એક વનડે બેટ્સમેનથી વધારે લાંબો છગ્ગો મારી શકું છું તો તેના માટે ફિટનેસ કાર્યક્રમની જરૂર નથી.
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વિકેટ કીપર મોહમ્મદ શહજાદે ફિટનેસને લઈને પૂછવામાં આવેલા સવાલ પર અજીબ વાત કહી છે. વિરાટનું કોહલીનું ઉદાહરણ આપતા મોહમ્મદ શહઝાદે કહ્યું હતું કે કોહલી કરતા હું લાંબી સિક્સ મારી શકુ છું, તો પછી મારે તેના જેવું જિમ અને ડાયટ કરવાની શું જરૂર.
શહજાદે કહ્યું બધા ખેલાડીઓ વિરાટ કોહલી જેવા ન હોઈ શકે. જ્યારે હું દુનિયાના નંબર એક વનડે બેટ્સમેનથી વધારે લાંબો છગ્ગો મારી શકું છું તો તેમને આ રીતનું ફિટનેસ કાર્યક્રમની જરૂર નથી.
મોહમંદ શહજાદનું વજન 90 કિલોગ્રામથી પણ વધારે છે. ખાસ કરીને કોઈ પણ રમતમાં વજનદાર ખેલાડીને વજન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેના મોટાપાની અસર રમત પર ના પડે, પરંતુ ફિટનેસને લઈને શહજાદના વિચારો બિલકુલ અલગ છે. ભારે વજનથી શહેજાદને કોઈજ ફરક નથી પડતો.
શહજાદે કહ્યું બધા ખેલાડીઓ વિરાટ કોહલી જેવા ન હોઈ શકે. જ્યારે હું દુનિયાના નંબર એક વનડે બેટ્સમેનથી વધારે લાંબો છગ્ગો મારી શકું છું તો તેમને આ રીતનું ફિટનેસ કાર્યક્રમની જરૂર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -