શમીએ માન્યુ, પર્થ ટેસ્ટમાં અમે આ એક નાની ભૂલ કરી અને મેચ હારી ગયા, જાણો વિગતે
શમીએ પર્થ ટેસ્ટમાં હારને લઇને કહ્યું કે, પર્થ ટેસ્ટમાં અમારે વધુ એક સ્પીનર સાથે ઉતરવાની જરૂર હતી, અમારી પાસે એક સ્પીનર હતો તેને સારી બૉલિંગ કરી. જોકે હજુ એક સ્પીનર હોત તો અમારી હાર ના થતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, પર્થ ટેસ્ટમાં ચોથા દિવસે તરખાટ મચાવતા મોહમ્મદ શમીએ 56 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. શમીએ મેચમાં સારી લાઇન અને લેન્થથી બૉલિંગ કરતાં ઓસ્ટ્રેલિયન બેટ્સેમેનો પર અંકુશ રાખ્યો હતો.
શમીએ કહ્યું કે અમે ફાસ્ટ બૉલિંગના દમ પર મેચમાં ઉતર્યા પણ જીતમાં સ્પીનરની ભૂમિકા કામ કરી ગઇ. ઓસ્ટ્રેલિયન ટીમે સ્પીનરના દમે મેચનો પાસુ પલટી દીધુ હતું.
નવી દિલ્હીઃ ભારત ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં 147 રનથી હારી ગયુ, ભારતની હારને લઇને અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. હવે આ મુદ્દે પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બૉલર શમીએ ખાસ કારણ દર્શાવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -