225 રનના ટાર્ગેટનો સામનો કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમ શરૂઆતથી જ ખૂબ આત્મવિશ્વાસમાં હતી. અંતિમ ઓવર સુધી પહોંચેલી આ મેચમાં અફઘાનિસ્તાનને 6 બોલમાં 16 રનની જરૂર હતી. આ સમયે ક્રિઝ પર મોહમ્મદ નબી 48 રને રમી રહ્યો હતો.
મોહમ્મદ શમીની છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક પર રહેલા નબીએ પહેલા બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો હતો જે જોઈને ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓ ટેન્શનમાં આવી ગયા હતાં.
જોકે આ સમયે મહેન્દ્ર સિંહ ધોની પાછળથી આવ્યો અને શમીને કંઈક સલાહ આપતા સ્ક્રીન પર જોવા મળ્યો હતો. ત્યાર બાદ મોહમ્મદ શમીએ બીજો ડોટ બોલ નાખ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ શમીને બાકી તમામ બોલ ખેલાડીના પગમાં નાખવાની સલાહ આપી હતી તેવી લોકો કોમેન્ટો કરી રહ્યા હતાં.
ત્યાર બાદ ત્રીજા બોલે શોટ મારવાના પ્રયાસમાં નબી બાઉન્ડ્રી પર હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થઈ ગયો હતો અને બાકીના બે બોલમાં બીજી બે વિકટ ઝડપી પાડીને શમી હેટ્રિક લીધી હતી. ધોની દ્વારા સ્ટમ્પની પાછળથી શમીને આપેલી સલાહથી ટ્વીટર પર ભારતીય ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.