નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના વિકેટકીપિંગના ગ્લૉવ્ઝ પરથી ભારતીય સેનાનું પ્રતિક ચિન્હ હટાવવાનું કહ્યુ છે. આઇસીસીએ આનું કારણ ખાસ નિયમ અનુસાર બતાવ્યુ છે. હવે આ મામલે આઇસીસી અને બીસીસીઆઇ આમને સામને આવી ગયા છે. ધોનીએ પણ ગ્લૉવ્ઝ પરથી બલિદાન બેઝ હટાવવાની ના પાડી દીધી છે.




આઇસીસીનો નિયમ....
આઇસીસીના નિયમ પ્રમાણે પરમીશનથી વધારે લૉગો ગ્લૉવ્ઝ પર નથી લગાવી શકાતા.

આઇસીસીના મેનેજર (સ્ટ્રેટેજિક કૉમ્યૂનિકેશન્સ) ફ્લેયર ફર્લાંગે કહ્યું કે, 'પ્રત્યેક વિકેટકીપિંગ ગ્લૉવ્ઝ પર બે નિર્માતાઓના લૉગોની અનુમતી છે. નિર્માતાઓના લૉગો ઉપરાંત કોઇ અન્ય વિઝીબલ (દ્રશ્યમાન) લૉગોની પરવાનગી નથી.' એટલે કે ગ્લૉવ્ઝ પર બેથી વધુ ચિન્હ નથી લગાવી શકાતા.


ICCએ ભારતીય ટીમના મેનેજરને પોતાના નિર્ણય અંગે જણાવી દીધુ છે અને કહ્યું કે, ધોનીને કોઇ દંડ નહીં આપવો પડે, ફર્લાંગે કહ્યું કે, 'અમે આને હટાવવા માટે કહ્યું છે, આ નિયમનું ઉલ્લંઘન છે. જોકે કોઇ દંડ નથી આપવાનો.'



નોંધનીય છે કે સાઉથમ્પટમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ધોનીએ પોતાના વિકેટકીપિંગ ગ્લૉવ્ઝ પર બલિદાન બેઝનું ચિન્હ લગાવ્યુ હતુ. જેને લઇને બાદમાં વિવાદ થયો અને આઇસીસીએ તેને હટાવવાનું સૂચન કર્યુ હતું.

ધોનીને 2011માં ભારતીય સેના તરફથી માનદ લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે. જે સેનાના સન્માનનું પ્રતિક છે, આ બલિદાન બેઝ છે.