ધોનીએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર એશિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો, જાણો વિગતે
આંતરરાષ્ટ્રીય ક્રિકટ ટેસ્ટ-વનડે-ટી20 માં સર્વાધિક શિકાર કરવા મામલે આઉથ આફ્રિકાના માર્ક બાઉચરનો રેકોર્ડ છે. જેણે 467 મેચમાં 998 શિકાર ક્યા હતા. ત્યારે બાદ એડમ ગિલક્રિસ્ટ(ઓસ્ટ્રેલિયા) 396 મેચમાં 905. ત્રીજા નંબરે મહેન્દ્રસિંહ ધોનીએ 510 મેચમાં 800 શિકાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. (ધોની- 510* મેચ- 90 ટેસ્ટ, 327 વનડે, 93 ટી-20 ઇન્ટરનેશનલ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે ધોનીએ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી કપ્તાન મુશરફે મુર્તઝા(7 રન)ને સ્ટંપ કરી 800મો શિકાર પૂરા કર્યો. આ પહેલા તેમણે લિટન દાસ (121 રન)ને સ્ટંપ કરીને આઉટ કર્યા. બન્ને વખતે તેણે કુલદીપ યાદવની ફિરકી પર સ્ટંપિંગ કર્યા હતા.
સ્ટંપિંગ મામલે શ્રીલંકાના કુમાર સાંગાકારના નામે 678 વિકેટ સ્ટંપ કરવાનો રેકોર્ડ છે. ધોનીએ અત્યાર સુધી ટેસ્ટમાં 256 કેચ-38 સ્ટંપ, વનડેમાં 306 કેચ-113 સ્ટંપ અને ટી-20 ઇન્ટરનેશનલમાં 54 કેચ-33 સ્ટંપ કર્યા છે.
37 વર્ષીય ધોનીને બાંગ્લાદેશ વિરુદ્ધ એશિયા કપ ફાઈનલમાં આ જાદૂઈ આંકડા સુધી પહોંચવા માટે માત્ર બે વિકેટની જરૂર હતી. જે તેમણે સ્ટંપ કરીને પૂર્ણ કરી લીધો છે. વિકેટની પાછળ ચપળતાથી ધોનીએ મોટી ચતુરતાથી પોતાના આ લક્ષ્યને હાંસલ કરી લીધું છે.
દુબઇ: વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 800 શિકાર કરીને ઈતિહાસ રચી દીધો છે. આ કારનામું કરનાર ધોની ભારતનો પ્રથમ અને દુનિયાનો ત્રીજો વિકેટ કીપર બની ગયો છે. એટલું જ નહીં આ મામલે ધોની એશિયાનો પ્રથમ વિકેટકીપર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -