ટી-20 મહિલા વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, હરમનપ્રીત કરશે કેપ્ટનશિપ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અખિલ ભારતીય મહિલા પંસદગી સમિતિએ આજે આગામી મહિલા ટી-20 વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. સમિતિએ હરમનપ્રીત કૌરને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે. મિતાલી રાજ અને યુવા ખેલાડી જેમિમા રોડ્રિગ્સને પણ 15 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાંજ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી-20માં મિતાલી અને જેમિમાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુભવી બોલર શિખા પાન્ડેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરની ટીમમાં વાપસી થઈ છે. છઠ્ઠા ટી-20 વર્લ્ડકપનું આયોજન વેસ્ટઇન્ડિઝમાં કરવામાં આવ્યું છે. જેની શરૂઆત 9 નવેમ્બરે 2018 થી થશે અને ફાઇમલ મેચ 24 નવેમ્બર 2018 રમાશે.
ટી-20 મહિલા વર્લ્ડકપનો સંપૂર્ણ ટાઈમ ટેબલ
આ ટૂર્નામેન્ટમાં કુલ દસ ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમને ગ્રુપ બી માં ન્યૂઝીલેન્ડ, કટ્ટર હરિફ પાકિસ્તાન, આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે રાખવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 9 નવેમ્બર 2018 થી કરશે. બે દિવસ બાદ પાકિસ્તાન સાથે ટકરાશે. ત્યારબાદ 15 નવેમ્બરે આયરલેન્ડ અને 17 નવેમ્બર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે.
વિશ્વકપ માટે ભારતીય મહિલા ટીમ આ પ્રકારે રહેશે. હરમનપ્રીત કૌર(સુકાની), સ્મૃતિ મંધાના(ઉપ-સુકાની), મિતાલી રાજ, જેમિમા રોડ્રિગ્સ, વેદા કૃષ્ણામૂર્તિ, દીપ્તી શર્મા, તાનિયા ભાટિયા(વિકેટ કીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા વિષ્ટ, હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -