વિમાનમાં બેસીને જમ્મુ-કાશ્મીરમાં ડ્યૂટી પર જવા ઉપડ્યો ‘લેફ્ટિનેન્ટ કર્નલ ધોની’, સ્પેશ્યલ તસવીરો થઇ વાયરલ
ધોનીએ વર્ષ 2015માં સેનાની 106 ટીએ (પેરા) બટાલિયન જૉઇન કરી હતી. તેને આગરામાં પેરા સેન્ટરમાં પાંચ પેરા-જમ્પ લગાવ્યા હતા, ત્યારબાદ તેને સેનાનો પેરા-બેઝ પણ આપવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની આ પૉસ્ટિંગ દરમિયાન ધોની સૈનિકોની સાથે બૈરેકમાં રહેશે. સુત્રો અનુસાર, ધોનીએ ખુદ સૈનિકોની બૈરેકમાં રહેવા અને તેમની સાથે કામ કરવાની ભલામણ કરી હતી.
પોતાની તૈનાતી દરમિયાન ધોની પેટ્રૉલિંગ, ગાર્ડ અને પૉસ્ટ-ડ્યૂટી કરશે. એટલે કે તે સૈનિકોની સાથે કાશ્મીર ઘાટીમાં પેટ્રૉલિંગ કરશે અને મિલિટ્રી કેમ્પમાં ગાર્ડ અને પૉસ્ટ પર પણ પોતાની સેવાઓ આપશે.
આજકાલ 106 ટીએ (પેરા) બટાલિયનની તૈનાતી કાશ્મીર ઘાટીમાં છે. ધોનીએ થોડાક દિવસ પહેલા જ પોતાની યૂનિટની સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
ધોની ભારતીય સેનાની ટેરિટૉરિયલ -આર્મી (ટીએ)ની 106 પેરા બટાલિયનનો ભાગ છે, અને લેફ્ટિનેન્ટ કર્નલ (હૉનેરેરી-HONARARY)ની રેન્ક પર છે.
ધોનીની તૈનાતી આજે એટલે કે 31 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી આરઆરની વિક્ટર-ફોર્સમાં થશે.
એમ એસ ધોનીને ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર)માં તૈનાત કરવામાં આવ્યો છે.
ધોની આજથી જમ્મુ-કાશ્મીરમાં પોતાની બટાલિયનની સાથે 15 દિવસ સુધી આતંકીઓ સામે ઓપરેશનમાં સામેલ થશે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સેનાના લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોનીની કેટલીક તસવીરો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરો ધોનીના જમ્મુ-કાશ્મીર રવાના હોવાના પહેલાની છે. તસવીરોમો ધોની અન્ય બે લોકો સાથે બેસેલો દેખાઇ રહ્યો છે, અને ખુબ કૂલ લાગી રહ્યો છે. આ તસવીરોમાં ધોનીએ સેનાની વર્દી જેવા રંગની કાર્ગો અને કાળી ટીશર્ટ પહેરી છે. જુઓ અહીં લેફ્ટિનેન્ટ કર્નલ ધોનીની ખાસ તસવીરો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -