નવી દિલ્હીઃ ક્રિકેટની સાથે સાથે બાઇક્સ અને કારોનો શોખીન ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર પોતાના શોખને લઇને ચર્ચમાં આવ્યો છે, ધોનીએ ભારતીય સેનાની 20 વર્ષ જુની કારને ખરીદી છે. હવે ભારતીય સેનાની આ જુની કાર ધોનીની કારોના કલેક્શનમાં સામેલ થશે. આ કારનુ નામ જોંગા છે, તેનુ પુરુ નામ ઓર્ડિનેન્સ એન્ડ ગન કેરેજ એસેમ્બલી છે. ક્યાંથી ખરીદી જોંગા કાર? રિપોર્ટ્સ અનુસાર પંજાબના એક વ્યક્તિ પાસેથી જોંગા કારને ધોનીએ ખરીદી છે, અને આ કાર લગભગ 20 વર્ષ જુની છે. જાપાની કાર કંપની નિસાનના પ્લેટફોર્મ પી60 પર તૈયાર કરવામાં આવેલી કારને સેનાએ 1999માં આની ખરીદી બંધ કરી દીધી હતી, બાદમાં આને બંધ કરી દેવામાં આવી હતી.
ફેન્સે ધોનીને જોંગા કાર સાથે ખેંચાવી સેલ્ફી.... જ્યારે ધોની જોંગા કારને પોતાના હૉમ ટાઉન રાંચીમાં લઇને નીકળ્યો ત્યારે ફેન્સ જોઇને ખુશ થઇ ગયા. ધોની જ્યારે તેના ઘરની નજીક પેટ્રૉલ પંપ પર પહોંચ્યો તો ફેન્સે તેને ઘેરી લીધો અને સેલ્ફી લેવા પડાપડી કરી હતી, ફોટાની સાથે સાથે ફેન્સે ધોનીના ઓટોગ્રાફ પણ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આઇસીસી વનડે વર્લ્ડકપ 2019 બાદ ધોની ટીમ ઇન્ડિયામાંથી બહાર છે, જોકે, હજુ સુધી તેના વિશે સન્યાસ લેવાની કે પછી ક્રિકેટમાં પરત ફરવાની કોઇ જાહેરાત સામે આવી નથી.