નવી દિલ્હી: મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જેપી મોર્ગન ઈન્ટરનેશનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લીધો હતો. 2007 બાદ આ મીટિંગ પ્રથમ વખત ભારતમાં યોજાઈ હતી. વડાપ્રધાન મોદીએ કાઉન્સિલ મીટ દરમિયાન 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા પર ચર્ચા કરી હતી. આ મીટિંગમાં દેશ અને વિદેશના મોટા ઉદ્યોગપતિ અને મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, ઉદ્યોગપતિ રતન ટાટા, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કોંડોલીજા રાઈસ, હેનરી કિસિંજર, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી રોબર્ટ ગેટ્સ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી જોન હોવર્ડ હાજર રહ્યા હતાં.
નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજર, કોંડોલીજા રાઈસ, બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી જોન હોવર્ડ સાથે પોતાની તસવીર પોસ્ટ કરી હતી. દુનિયાના આ નેતાઓ સાથે પીએમ મોદીની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી.
પીએમ મોદીએ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજર સાથે એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ડો. હેનરી કિસિંજરને મળીને ખુશ છું. તેમનું પોતાના દેશની રાજનીતિ અને ડિપ્લોમેસીમાં મોટું યોગદાન છે.
વડાપ્રધાન મોદીએ કાઉન્સિલની મીટિંગ દરમિયાન પોતાની સરકારની પ્રાથમિકતાઓ ગણાવતા કહ્યું હતું કે, અમારી સરકારની પ્રાથમિકતા સ્વાસ્થ્ય સુવિધાઓને લોકોની પહોંચમાં લાવવી અને ક્વોલિટી એજ્યુકેશન ઉપલબ્ધ કરાવવાનો છે.
વિદેશી હસ્તીઓ સાથે PM નરેન્દ્ર મોદીનો જોવા મળ્યો આવો અંદાજ, 12 વર્ષ બાદ ઈન્ડિયામાં થઈ આ મીટિંગ
abpasmita.in
Updated at:
23 Oct 2019 09:21 AM (IST)
નરેન્દ્ર મોદી સિવાય બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, ઉદ્યોગપતિ રતન ટાટા, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કોંડોલીજા રાઈસ, હેનરી કિસિંજર, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી રોબર્ટ ગેટ્સ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી જોન હોવર્ડ હાજર રહ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -