પોતાની સ્પોર્ટી કારમાં રિષભ પંત અને કેદાર જાધવને રાઇડ પર લઇને નીકળ્યો ધોની, વીડિયો વાયરલ
abpasmita.in | 07 Mar 2019 01:49 PM (IST)
રાંચીઃ ભારતીય ક્રિકેટને ઉંચી ઉડાન ભરાવવા વાળા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજકાલ ખુબ ચર્ચામાં છે. હાલમાં તેમને ફાર્મ હાઉસ પર ટીમ ઇન્ડિયાને ડિનરની મેજબાની કરાવી છે. તો બીજીબાજુ ધોનીનો એક ખાસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ધોની પોતાની ખાસ કારમાં વિકેટકીપર રિષભ પંત અને કેદાર જાધવને સવારી કરાવી રહ્યાં છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દેખાઇ રહ્યું છે કે માહીની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સે તેમની કારને ચારેય બાજુથી ઘેરી લીધા હતા.