INDvAUS: ધોનીએ 1 રન બનાવતાં જ બનાવી દીધો મોટો રેકોર્ડ, જાણો વિગત
ભારત તરફથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી વન ડેમાં 10,000 રનનું સીમા ચિહ્ન હાંસલ કરી ચુક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોની ભારત તરફથી વન ડેમાં 10,000 રન બનાવનારો પાંચમો અને ક્રિકેટ વિશ્વનો 12મો બેટ્સમેન બની ગયો છે. ધોનીએ 330મી વન ડેમાં આ કારનામું કર્યું હતું. ધોનીએ આ દરમિયાન 9 સદી અને 67 અડધી સદી ફટકારી છે. આ પહેલા ઓક્ટોબર નવેમ્બર 2018માં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન ડે શ્રેણીમાં ધોની 9999 રનના આંકડા પર આવીને અટકી ગયો હતો.
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડેમાં જીત માટે 289 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ટીમ ઈન્ડિયાએ 4 રનમાં જ ધવન, કોહલી, રાયડુની કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ મેદાનમાં ધોની ઉતર્યો છે. ધોનીએ 1 રન બનાવતાં જ મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -