નવી દિલ્હીઃ ધોનીને દુનિયાનો બેસ્ટ વિકેટકીપર માનવામાં આવે છે, પણ આઇસીસી વર્લ્ડકપ 2019માં ધોનીના નામે વિકેટકીપિંગમાં એક ખરાબ રેકોર્ડ નોંધાયો છે. શ્રીલંકા સામેની મેચમાં 42મી ઓવરમાં એક એવી ઘટના બની કે ધોનીનુ નામ શરમજનક લિસ્ટમાં સામેલ થઇ ગયુ.

ખરેખરમાં હાર્દિક પંડ્યાના એક બૉલ સ્ટમ્પની પાછળ ધોની પાસે ગયો અને બાયનો રન મળ્યો હતો. આ સાથે જ ધોની નામે વર્લ્ડકપમાં સૌથી વધુ બાયના રમ આપવાનો શરમજનક રેકોર્ડ નોંધાઇ ગયો હતો. ધોનીએ અત્યાર સુધી વર્લ્ડકપમાં સૌથી વધુ 24 રન આપીને નંબર એક પર આવી ગયો છે. જે કોઇપણ વિકેટકીપરે નથી કર્યુ.



ધોની બાદ એલેક્સ કેરીનું નામ છે, જેને માત્ર 9 રન આપ્યા છે. ત્રીજા નંબરે શાઇ હૉપ અને જૉસ બટલર છે તેમને 7 રન આપ્યા છે. એકલા ધોનીએ જ 71માંથી 24 બાયના રન આ વર્લ્ડકપમાં આપી દીધા છે.