નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે, સાથે સાથે પૉઇન્ટ ટેબલમાં પણ ટૉપનુ સ્થાન હાંસલ કરી દીધી છે. આજે ટીમ ઇન્ડિયા મહાન ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ છે. મેચ બાદ કૉન્ફરન્સ કરતી વખતે રોહિત શર્માને જ્યારે ધોનીના જન્મદિવસ વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેમને ખુબ મજેદાર જવાબ આપ્યો હતો.

એક રિપોર્ટરે રોહિત શર્માને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પુછ્યુ કે તમે ધોનીના જન્મદિવસ પર શું કહેવા માંગો છો. આના પર રોહિતે કહ્યું કે, 'હેપ્પી બર્થ ડે એ જ કહેવાનું હોય ને. હજુ ખબર નથી અમે માન્ચેસ્ટર જઇશુ કે બર્મિંઘમ, તો વચ્ચે રસ્તામાં કેક કટિંગ થશે, તસવીરો તમને આપીશુ.'


નોંધનીય છે કે, રોહિત શર્મા વર્લ્ડકપમાં એક જ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ પાંચ સદી ફટકારનારો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. આગામી સેમિ ફાઇનલ મેચ ભારત ન્યૂઝીલેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાશે.