નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ઘણાં સમયથી દૂર છે. ધોનીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રિય મેચ આઈસીસી વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમી હતી. તે મેચમાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા અનેક સીરીઝ રમી ચૂકી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ જેટલી પણ સીરીઝ રમી, તેની કોઈને કોઈ મેચમાં ફેન્સ ધોનીની વાપસીની માગ કરતા જરૂર જોવા મળ્યા. કદાચ એટલે જ આટલા સમય ક્રિકેટથી દૂર રહેવા છતાં તે સતત સમાચારમાં છે.


ઘણી વખત તેના કોઈ વીડિયો અથવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. હાલમાં જ તેમને એક ટોઇલેટમાં ગીત સાંભળતો વીડિયો વાયરલ થયો છે. તેનીની સાથે તેની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સના સાધી પીયૂષ ચાવલા અને પાર્થિવ પટેલ પણ છે. વીડિયોમાં ધોની ટોઇલેટમાં બેઠા છે. તેમની સામે સિંગર ઇશાન ખાન બેસીને ‘મેરે મેહબૂબ કયામત હોગી આજ રૂસવા દેરી ગલિયો સે મોહબ્બત હોગી’ ગીત ગાઈ હ્યો છે. ઇશાનની સાથે પાર્થિવ પટેલ પણ ટોઇલેટના ફર્શ પર બેઠો છે. થોડી સેકન્ડ બાદ પીયૂષ જાવલા પણ ટોઇલેટ પહોંચે છે અને તે પણ ફર્શ પર બેસીને ગીત સાંભળે છે. મહેન્દ્ર સિંહ ધોની આ દરમિયાન પોતાની મહેફિલમાં ખૂબ એન્જોય કરતો જોવા મળી રહ્યો છે.


ધોની ટૂંકમાં જ ક્રિકેટના મેદાન પર વાપસી કરવાનો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોની 29 ફેબ્રુઆરીએ ચેન્નાઈ પહોંચશે અને 1 માર્ચથી તે ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરુ કરશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા આવેલા રિપોર્ટ પ્રમાણે ધોની એક માર્ચે કેમ્પમાં પ્રેક્ટિસ કરવા પહોંચશે. બે સપ્તાહ પ્રેક્ટિસ કર્યા પછી 4-5 દિવસની રજા લેશે અને આઈપીએલ પહેલા ચેન્નાઈની ટીમ સાથે જોડાશે. ધોની સાથે સુરેશ રૈના અને અંબાતી રાયડુ પણ પ્રેક્ટિસ કરવા પહોંચશે.