નવી દિલ્હીઃઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019 માટે બુધવારે વહેલી સવારે ભારતીય ટીમ રવાના થશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું.  જેમા કેપ્ટન કોહલીએ કહ્યું કે, આ વખતે વર્લ્ડકપનું ફોર્મેટ પડકારજનક છે. કોઇ પણ ટીમ ઉલટફેર કરી શકે છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અંગે શાસ્ત્રીએ કહ્યું, તે ટીમ માટે ઘણો મહત્વપૂર્ણ ખેલાડી છે. એક પૂર્વ કેપ્ટન હોવાના કારણે તે ટીમને અનેક રીતે મદદ કરી શકે છે. એક ખેલાડી તરીકે તે શાનદાર છે. મેચનું પરિણામ બદલી શકે તેવા તેના રનઆઉટ, સ્ટમ્પિંગ જોઈ લો. આઈપીએલમાં પણ તેનો દેખાવ જોઈ લો કે કેવું પ્રદર્શન કર્યું છે.


વર્લ્ડકપને લઇ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું, જાણો વિગત