કોહલીએ ન્યૂઝિલેન્ડ સામેની હાર સ્વીકારી, કહ્યુ- 45 મિનિટમાં હાર્યા, ધોનીની નિવૃતિ પર આપ્યું મોટું નિવેદન
abpasmita.in | 10 Jul 2019 10:27 PM (IST)
કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર સ્વીકારતા કહ્યું કે, ન્યૂઝીલેન્ડની શાનદાર બોલિંગે પ્રથમ સ્પેલમાં જ મેચમાં ડિફરન્સ પેદા કરી દીધો હતો. પ્રથમ 45 મિનિટની રમતે મેચનું પાસું બદલ્યુ હતું.
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રનથી હારીને ટુનામેન્ટમાંથી બહાર થવા પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, અમે 45 મિનિટની ખરાબ રમતના કારણે હારી ગયા છીએ. કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર સ્વીકારતા કહ્યું કે, ન્યૂઝીલેન્ડની શાનદાર બોલિંગે પ્રથમ સ્પેલમાં જ મેચમાં ડિફરન્સ પેદા કરી દીધો હતો. પ્રથમ 45 મિનિટની રમતે મેચનું પાસું બદલ્યુ હતું. કોહલીએ કહ્યું કે, હું ન્યૂઝીલેન્ડની રમતથી આશ્વર્યમાં નહોતો. સ્થિતિ બોલરોના પક્ષમાં હતી. રોહિત શર્મા અને મને આઉટ કર્યો તે બોલ શાનદાર હતો. કેપ્ટને કહ્યું કે, હાર બાદ નિરાશા થાય છે પરંતુ અમે દુખી છીએ પરંતુ નિરાશ નહી. અમે આખી ટુનામેન્ટમાં સારુ રમ્યા પરંતુ આજે હારી ગયા. અમે દિલ તોડ્યા છે. ધોની જ્યારે મેદાન પર ઉતર્યા ત્યારે અમે છ વિકેટ ગુમાવી દીધી હતી. આવી પરિસ્થિતિમાં એક છેડો સાચવી રાખવો જરૂરી હતો. તેમણે એમ જ કર્યું. અમારી રણનીતિ હતી કે તે સ્થિતિ પ્રમાણે રમે અને અંતમાં છ-સાત ઓવર ઝડપી રમવાનું શરૂ કરે. ધોનીએ નિવૃતિને લઇને તમારી સાથે કોઇ વાતચીત કરી જેના જવાબમાં કોહલીએ કહ્યું કે, અમારી કોઇ વાત થઇ નથી અને અમને એ અંગે કાંઇ ખ્યાલ નથી. સાથે કહ્યું કે, આપણે સારી ચીજો તરફ પણ જોવું જોઇએ. અમે આખી ટુનામેન્ટમાં સારુ રમ્યા પરંતુ આજે 45 મિનિટની ખરાબ રમતના કારણે અમે હારી ગયા.