નવી દિલ્હીઃ એમએસ ધોની ક્રિકેટથી દૂર જમ્મુ કાશ્મીરમાં સેનાની સાથે છે. તેણે ક્રિકેટમાંથી થોડા સમય માટે આરામ લીધો છે અને સેના સાથે જોડાયા છે. જ્યાં તે અન્ય સૈનિકોની જેમ જ ડ્યૂટી અને અન્ય કામ કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે ધોની લદ્દાખ પહોંચ્યા હતા. તેનું લદ્દાખમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોની લદ્દાખ પહોંચતાય જ સેનાના અધિકારીઓએ તેને સેલ્યૂટ કરી અને તેની સાથે વાતચીત કરી હતી.


હાલમાં ધોનીનાં આ વાતચીત અને સ્વાગતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લેફ્ટિનેન્ટ કર્નલ ધોની સેનાની વર્દીમાં જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પૂર્વે ધોની લદ્દાખ પહોંચ્યો અને આર્મી જનરલ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેણે દર્દીઓની મુલાકાત લીધી. ધોનીને 2011માં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ પદ મળ્યું હતું. તે ક્વોલિફાઇડ પેરાટ્રોપર પણ છે અને પાંચ પેરાશૂટ ટ્રેનિંગ જમ્પ પણ કરી ચૂક્યો છે.




મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોની લદ્દાખમાં તિરંગો ફરકાવ્યા પછી સિયાચીન ગ્લેશિયર ગયો હતો. ધોની સિયાચીન બોર્ડરની મુશ્કેલ પરિસ્થિતિઓ અનુભવવા માંગતો હતો. કાશ્મીરમાં સેના સાથે ટ્રેનિંગ કરી રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે લદ્દાખમાં તિરંગો ફરકાવ્યો હતો.