મહેંદ્ર સિંહ ધોનીનો ન્યૂ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2018 05:06 PM (IST)
1
ધોનીનો આ નવો લૂક ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ધોનીએ ફ્રેંચ કટ દાઢી રાખી છે. ધોનીનો આ નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધોની હંમેશા તેના લૂકને લઈને પ્રયોગ કરે છે. ઘણી વખત તે અલગ-અલગ હેર સ્ટાઈલ સાથે સામે આવે છે. પરંતુ આ વખતે ધોની દાઢીની સ્ટાઈલને કારણે ચર્ચામાં છે.
2
ધોનીએ એશિયા કપમાં ચાર મેચમાં માત્ર 77 રન બનાવ્યા હતા. પંતના આવવાથી ધોની પર સાર પ્રદર્શન કરવાનો દબાવ વધ્યો છે.
3
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધોનીએ પોતાના નવા લૂકથી ફેન્સને ચોંકાવી દિધા છે.