અમેરિકામાં ફેન્સે તેની કારની નંબર પ્લેટ પર લખ્યું ધોનીનું નામ, CSK એ શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિરામ પર છે. સ્ટાર ક્રિકેટર ધોનીની પ્રશંસકો દુનિયાભરમાં છે. ત્યારે લોસ એન્જિલિસમાં ધોનીના એક ચાહકે પોતાની કારની નંબર પ્લેટ MS Dhoni ના નામની રાખી છે.
ધોનીના આ પ્રશંસકે તેના કારની તસ્વીર ટ્વિટર પર શેર કરી છે. અને તેના પર ચેન્નઇ સુપરકિંગ્સે રસપ્રદ પ્રતિક્રિયા આપી છે. સીએસકેએ લખ્યું કે “હવે લીજેન્ડરી સ્વપ્નસુંદરી એલએમાં પણ છે.”
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ધોનીના ઘણા એવા ચાહકો છે જેઓએ પોતાની ગાડીની નંબર પ્લેટ પર તેમનું નામ રાખ્યું છે.
ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નઈએ બે વર્ષ પ્રતિબંધ બાદ આઈપીએલમાં 2018માં વાપસી કરતાની સાથે આઈપીએલનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આ સાથે ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે ત્રીજી વખત ચેમ્પિયન બની.