એવું માનવામાં આવે છે કે ધોનીની ટ્રેનિંગ જમ્મુ કાશ્મીરમાં પણ થશે. જોકે આર્મીએ ધોનીને એક્ટિવ ઓપરેશનમાં ભાગ લેવાની મંજૂરી આપી નથી. પહેલા એવા અહેવાલ હતા કે સિયાચીન બોર્ડર પર ધોની જવા માગે છે. જોકે હવે અહેવાલ મળી રહ્યા છે કે, ધોની જમ્મુ કાશ્મીરમાં ટ્રેનિંગ કરશે.
આ પહેલા પણ ધોની કાશ્મીરમાં ગયા હતા. 2017માં ધોની જમ્મુ કાશ્મીરના બારામૂલામાં ગયા હતા. ત્યાં તેણે આર્મી તરફથી આયોજીત ક્રિકેટ મેચમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. ધોની આ મેચ આર્મીની યૂનિફોર્મ પહેરી જોવા પહોંચ્યો હતો.
તમને જણાવી દઈએ કે ધોનીને 2011માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોનીનો આર્મી પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપો નથી. ધોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બાળપણથી ફૌજી બનવા માંગતો હતો. તે રાંચીના કેન્ટ એરિયામાં હંમેશા ફરવા જતો હતો, જોકે નસીબ ક્રિકેટ તરફ લઈ ગયું હતું. આ જ કારણે તે આર્મીમાં ઓફિસર ન બની શક્યો પણ ક્રિકેટર બની ગયો હતો.