બુધવારે અચાનક ટ્વીટર પર #DhoniRetires ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ જોતજોતામાં ધોનીના ફેન્સ પણ ભાવુક થઇ ગયા હતા, અને તેની શાનદાર કેરિયરને યાદ કરવા લાગ્યા હતા.
વળી, કેટલાક ફેન્સે ધોનીની રિટાયરમેન્ટને લઇને આ વાતોને અફવા ગણાવી હતી. ધોનીના સમર્થનમાં ઉતરીને આવી અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ધોનીના સન્યાસની અફવાઓ આ રીતે ઉડી હતી. વર્લ્ડકપ બાદ 2-3 વાર ધોનીના સન્યાસની અફવાઓ ટ્વીટર પર ફેલાઇ હતી, અને તે સમયે પણ ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ.
નોંધનીય છે કે ધોનીની વાપસીને સંકેત આઇપીએલમાં મળ્યા હતા, જોકે, કોરોના વાયરસના કારણે આઇપીએલ સ્થગિત થઇ ગઇ છે, અને ધોનીની વાપસી પર શંકા પેદા થઇ ગઇ છે.