નવી દિલ્હીઃ દેશભરમાં હવે તીડનો આતંક શરૂ થયો છે, મોટાભાગના રાજ્યોમાં તીડના હુમલાથી ઉભા પાકને નુકશાન પહોંચ્યુ છે. આ તીડના હુમલાને અટકાવવા માટે સરકાર એક્શનમાં આવી છે. તીડના આતંક સામે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવાનુ શરૂ કર્યુ છે.

એટલે કે તીડના ખાત્મા માટે હવે ડ્રૉનનો ઉપયોગ કરવાની તૈયારીઓ થઇ રહી છે. ડ્રૉનની મદદથી અસરગ્રસ્ત વિસ્તારમાં તીડ પર કિટનાશક છંટકાવ કરવામાં આવશે. આ માટે કૃષિ મંત્રાલયને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી એ શરત પર મળી છે કે આમાં માત્ર સરકારી માન્યતા પ્રાપ્ત એજન્સીઓનો જ ઉપયોગ કરાશે. જોકે, અત્યાર સુધી આ કામ માટે બે એજન્સીઓનુ સિલેક્શન પણ કરવામાં આવી ચૂક્યુ છે, જ્યારે બાકીની પસંદગી માટે ઇ-હરાજી કરવામાં આવી આવી રહી છે. ડ્રૉનોનો ઉપયોગ ખાસ કરીને મોટા મોટા ઝાડો અને એવા વિસ્તારોમાં ફેલાયેલા તીડ પર કરવામાં આવશે જયાં પહોંચવુ મુશ્કેલ કામ છે.

આની સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્પ્રેયરની સંખ્યા વધારવા માટેનો નિર્ણય કર્યો છે. યુકેની કંપની મેસર્સ માઇક્રૉનમાંથી 60 વધારાના સ્પ્રેયર મંગાવવાની મંજૂરી આપી છે. હાલ 47 સ્પ્રેયર ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે.

અત્યાર સુધી રાજસ્થાના 21, મધ્યપ્રદેશન 18, ગુજરાતના 2 અને પંજાબના 1 જિલ્લામાં તીડ પર કાબુ મેળવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે કિટનાશકોની કમી ન થાય તે માટે પર્યાપ્ત સ્ટૉક તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમાં 53000 લીટર મેલાથિયાન સામેલ છે.

સૌથી ખરાબ હાલત રાજસ્થાનની છે, આને જોતા સ્પ્રેયર લાગેલા 800 ટ્રેક્ટર અને કિટનાશક ખરીદવા માટે રાજ્યને લગભગ 18 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.