ધોનીએ કર્યો ખુલાસો, કહ્યું- મે આ કારણથી છોડી હતી વનડે અને T-20ની કેપ્ટનશીપ
ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પુછવામાં આવ્યુ ત્યારે ધોનીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચોમાં કમીના કારણે ભારતીય બેટ્સમેનોને અપમાનજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયાના 37 વર્ષના અનુભવી વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, 'નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને પુરતો સમય આપ્યા વિના એક મજબૂત ટીમની પસંદગી સંભવ નથી. મારુ માનવું છે કે યોગ્ય સમયે જ કેપ્ટનશીપ છોડી દીધી.'
એક રિપોર્ટ અનુસાર, ધોનીએ કહ્યું કે, 'મે કેપ્ટન પદેથી એટલા માટે રાજીનામું આપી દીધુ કેમકે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને 2019નો વર્લ્ડકપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળે.'
તાજેતરમાં જ રાચીના બિરસા મુંડા એરપોર્ટ પર સીઆઇએસએફની સાથે એક મૉટિવેશનલ પ્રૉગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનશીપ છોડવાનો ખુલાસો કર્યો હતો.
ડિસેમ્બર 2014માં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની વચ્ચે જ અચાનક ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. એટલું જ નહીં તેને ટેસ્ટ કેરિયરમાં ત્યારે રિટાયર થવાની પણ જાહેરાત કરી દીધી હતી.
ધોનીની કેપ્ટનશીપમાંથી હટવાનું ભારતીય પ્રસંશકો માટે કોઇ આઘાતથી ઓછુ ન હતું, કેમકે ધોનીએ અચાનક જ આ નિર્ણય લીધો હતો. જોકે આવું પહેલીવાર નથી બન્યુ ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડી હોય.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ રહેલા મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે જાણીતો છે, અને આમાં તેના દિમાગનો ભરપૂર ઉપયોગ કરે છે. 2017 માં ધોનીએ કેપ્ટનશીપ (લિમિટેડ ઓવરોના ફોર્મેટમાંથી) છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -