મેદાનમાં ઉતરતા જ ધોનીએ ફટકાર્યો છગ્ગો, ‘માહી માહી’થી ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, જુઓ Video
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Mar 2020 10:36 AM (IST)
ધોનીએ નેટ્સ પર આવીને આગળ વધીને શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. બોલ ફેન્સની વચ્ચે જઈને પડ્યો.
નવી દિલ્હીઃ એમએસ ધોની આઈપીએલ 2020ની તૈયારીમાં લાગી ગયો છે. તેણે ચેન્નઈના ચિદંબરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પ્રેક્ટિસ જોવા માટે ફેન્સ ગ્રાઉન્ડ પર આવ્યા હતા. જેવો જ ધોનીએ ગ્રાઉન્ડ પર ઉતર્યો ફેન્સ જોર જોરથી ચીસો પાડવા લાગ્યા. ધોની બે બેટ લઈને પ્રેક્ટિસ કરવા આવ્યો. આવતા જ તેણે મોટા મોટા શોટ્સ લગાવવાનું શરૂ કર્યું. ધોનીએ નેટ્સ પર આવીને આગળ વધીને શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. બોલ ફેન્સની વચ્ચે જઈને પડ્યો. ધોનીનો શાનદાર છગ્ગો જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. લોકો તેને ચીયર કરી રહ્યા હા. એટલું જ નહીં ધોની જેવા જ બસથી ચેન્નઈ સ્ટેડિયમમાં પહોંચ્યા તો ફેન્સ તેનું ધમાકેદાર સ્વાગત કર્યું. દર વખતની જેમ જ પોતાના ફેન્સને મળતા જોવા મળ્યા. ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ તેને થાલા કહીને બોલાવે છે. ગત વર્ષે વન ડે વિશ્વ કપ પછીથી જ એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે આ સીનિયર ખેલાડી હવે ક્રિકેટને અલવિદા કહી દેશે. કારણકે આ પૂર્વ ભારતીય કેપ્ટને ત્યારથી જ કોઈ મેચ નથી રમી જોકે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કમબેક કરશે. સીએસકે ધોનીની પ્રેક્ટિસનો એક વિડીયો પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી શૅર કર્યું હતું. આ પહેલા ધોની જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની બસમાં સવાર થઈને સ્ટેડિયમ માટે નીકળી રહ્યાં હતાં તો ફેન્સ રસ્તા પર એકઠા થયા હતાં. બસની આસપાસ ટૂ વ્હીલર પર સવાર થઈને ફેન્સ ‘ધોની ધોની’ના સૂત્રોચ્ચાર લગાવતા હતાં. આ દરમિયાન ધોનીની ઝલક પણ તેના ફેન્સને જોવા મળી હતી.