તમને જણાવીએ કે, રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી અને તે વનડે અને ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત હજુ સુધી ફિટ નથી અને હવે એવામાં સવાલ છે કે ટીમ ઇન્ડિયાની જવાબદારની ક્યા ખેલાડીના માથે આવશે.
મીડિયા અહેવાલ અનુસાર સાઉથ આફ્રીકા વિરૂદધ વનડે સીરિઝમાં શિખર ધવનની ટીમમાં વાપસી નક્કી છે, તે પણ ઈજાને કારણે ન્યૂઝીલને્ડ પ્રવાસ પર જઈ શક્યો ન હતો. જોકે વનડે સીરિઝમાં ધવન કેપ્ટનશીપ કરશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી.
કહેવાય છે કે, કેપ્ટનશિપની રેસમાં કેએલ રાહુલ પણ આગળ છે. જેણે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણીની અંતિમ મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી અને ભારતને મેચ જીતાડી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ 12 માર્ચે ધર્મશાળામાં રમાશે. બીજી વન-ડે 15 માર્ચે લખનઉ અને ત્રીજી વન-ડે 18 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.