બાદમાં ધોની દીકરી જીવા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતાં જોવા મળ્યા. માહીએ પોતાની દીકરીની ભાષાની ટેસ્ટ લીધી અને મજાની વાત એ રહી કે તેણે દીકરી તરફથી શાનદાર જવાબ મળ્યો. ધોનીએ આ વીડિયો પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો......
વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની દીકરીને અનેક ભાષામાં સવાલ કરે છે અને જીવા તેના એકદમ સ્પષ્ટ જવાબ આપી રીહ છે. પાપા ધોની બંગાળી, ગુજરાતી, ભોજપુરી સહિત અનેક ભાષાઓમાં જીવાને પૂછે છે કે, કેમ છે? આ બધાના જીવાએ સાચા જવાબ આપ્યા. જવાબ જાણીને ધોનીએ તાળી પાડી અને દીકરીનો ઉત્સાહ વધાર્યો.