MS ધોની વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય? કઈ જગ્યાએ અને કોની સાથે પસાર કરશે સમય? જાણો વિગત
Advertisement
abpasmita.in | 20 Jul 2019 01:53 PM (IST)
મિત્ર અને રણજી ખેલાડી મિહિર દિવાકરે પણ મીડિયાને કહ્યું હતું કે, ધોનીએ વિન્ડીઝ પ્રવાસથી નામ પરત લીધું છે. તેણે બીસીસીઆઈને જાણ કરી દીધી છે. તે હવે ભારતીય આર્મી સાથે સમય પસાર કરશે.
નવી દિલ્હી: વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયા બાદ વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગયું હતું. ત્યાર બાદ મહેન્દ્ર સિંહ સંન્યાસ લેશે તેવી અટકળો ચાલી રહી છે જ્યારે બીજુ બાજુ ધોની વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે કે નહીં તેની એટકળો ચાલી રહી હતી જોકે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એમએસ ધોનીએ બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે તે આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જશે નહીં. તે આગામી 2 મહિનાનો સમય આર્મીને આપવાનો હોવાથી તેણે આ નિર્ણય લીધો છે. ધોનીને ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીએ 2011માં લેફ્ટિનન્ટ કર્નલની માનદ રેન્ક આપી હતી. અગાઉ તેના મિત્ર અને રણજી ખેલાડી મિહિર દિવાકરે પણ મીડિયાને કહ્યું હતું કે, ધોનીએ વિન્ડીઝ પ્રવાસથી નામ પરત લીધું છે. તેણે બીસીસીઆઈને જાણ કરી દીધી છે. તે હવે ભારતીય આર્મી સાથે સમય પસાર કરશે. મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અને તેના ક્રિકેટ કરિયર પર પૂર્વ રાષ્ટ્રીય સિલેક્ટર સંજય જગદાલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે ધોનીના સમર્થનમાં કહ્યું હતું કે, અત્યારે ભારતીય ટીમમાં તેનો કોઈ વિકલ્પ નથી. નિવૃત્તિ ક્યારે લેવી જોઈએ તે ધોની પોતે સારી રીતે જાણે છે. એમએસકે પ્રસાદની સિલેક્શન કમિટી પણ અત્યારે ધોનીના ભવિષ્ય અંગે વિચારી રહી છે. જગદાલે અનુસાર સિલેક્ટર્સે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે ધોનીના મનમાં શું ચાલી રહ્યું છે.