નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ અને સૌથી સક્સેસ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ગમે ત્યારે ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે. રિપોર્ટ હતા કે ધોની રાજકારણ જૉઇન કરીને બીજેપીમાં સામેલ થઇ શકે છે. હવે બીજા એક રિપોર્ટ પ્રમાણે ધોની આર્મી જૉઇન કરી શકે છે.



ધોની ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ દેશની સેવા કરવા ઇચ્છે છે, એટલે કે આર્મી જૉઇન કરી શકે છે, અને તે ટેરિટૉરિયલ આર્મીમાં એક સિયાસીનમાં પૉસ્ટ મેળવવા ઇચ્છે છે, આ વાત તેના એક નજીકના મિત્ર મારફતે બહાર આવી છે.



વર્લ્ડકપ 2019માં સ્લૉ બેટિંગને લઇને સૌને નિશાન આવ્યો હતો, બાદમાં સન્યાસ લેવા સુધીની વાતો વહેતી થઇ હતી. ધોનીએ વર્લ્ડકપ 2019માં 8 મેચોમાં 273 રન બનાવ્યા છે.