નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેને અને પૂર્વ કેપ્ટન ધોની આજકાલ કાશ્મીરમાં સેના સાથે કામ કરી રહ્યો છે. ધોનીને સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક મળી છે અને જેને લઇને 15 ઓગસ્ટ સુધી આર્મી કેમ્પમાં સેવા આપી રહ્યો છે. કાશ્મીરમાં 370ની કલમ હટતા હવે ધોનીએ એક મોટુ પગલુ ભરવાનો નિર્ણય કર્યો છે.

ધોની હવે કાશ્મીરના વિકાસ અને ખાસ કરીને ક્રિકેટના વિકાસ માટે કાશ્મીરમાં એક ક્રિકેટ એકેડેમી ખોલવા ઇચ્છે છે. જેનાથી ત્યાંના ક્રિકેટરોને યોગ્ય માર્ગદર્શન મળી, ધોનીના મતે અહીંથી સ્ટાર ક્રિકેટરો પેદા કરવાનું કામ કરશે જે ટીમ ઇન્ડિયા માટે કામ આવે.



ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ફૌજી તરીકે કાશ્મીરમાં ડ્યૂટી કરી રહ્યાં છે. વર્લ્ડકપ 2019 બાદ બે મહિના માટે ટીમ ઇન્ડિયાથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે.